આજના સમાચાર 06/03/2019 (બુધવાર)

ભારતે ખંડેર બનાવ્યો તે બાલાકોટ આતંકી કેમ્પ વિષે જાણી આંખો થશે પહોળી

ભારતે સરહદેથી 70 કિલોમીટર દૂર પાકિસ્તાનની અંદર આવેલા જૈશ-એ-મોહમ્મદના અધ્યતન આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલા કર્યા હતાં તેની વિગતો હવે ધીમે ધીમે સામે આવી રહી છે. માહિતી પ્રમાણે આતંકી મસૂદ અઝહરે બાલાકોટમાં 3 સ્ટાર શીશમહેલ બનાવીને રાખ્યો હતો. જ્યાં મોટી મોટી કુલ 6 બિલ્ડિંગો હતી. અહીં કુલ 600 આતંકવાદીઓ રહેતા હતાં.


પાક.ના જુઠ્ઠાણા સામે ભારતનો મોટો દાવો, આતંકીઓના અડ્ડાઓને લઇને કર્યો મોટો ખુલાસો

આખા વિશ્વમાં આતંક ફેલાવવામાં અને આતંકીઓને આશરો આપવાના મામલે જુઠ્ઠાણું ચલાવનાર પાકિસ્તાન અને પીઓકેમાં હજી આતંકીઓનાં ૧૬થી વધુ અડ્ડા ધમધમી રહ્યા હોવાનો ભારતે દાવો કર્યો છે.


પાક. સતત કરી રહ્યું સીઝફાયરનું ઉલ્લંઘન, જવાબી કાર્યવાહીમાં સેનાએ ઉડાવી પોસ્ટ

ભારતીય સેનાએ પાકિસ્તાનના સીઝફાયર તોડવાાની જવાબી કાર્યવાહીમાં મેંઢર સેક્ટરની પાસે બલનોઈ સ્થિત પાકિસ્તાની પોસ્ટને ઉડાવી દીધી છે. ભારતની જવાબી કાર્યવાહીમાં અનેક પાકિસ્તાની સૈનિકો ઘાયલ થવાના અહેવાલ છે.


દબાણમાં પાક! હાફિઝ સઈદની સંસ્થાઓ જમાત-ઉદ-દાવા, ફલહ-એ- ઇન્સાનિયત પર બૅન

ભારતની એર સ્ટ્રાઇક અને દુનિયાના અનેક દેશોના દબાણના પગલે પાકિસ્તાને પોતાની ધરતી પર ફૂટી રહેલા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ આકરા પગલા ભરી ભરવાની શરૂઆત કરી છે. પ્રાપ્ત જાણકારી મુજબ, પાકિસ્તાન સરકારે આતંકવાદી વિરોધી 1997ના કાયદા હેઠળ આતંકવાદી હાફિઝ સઈદની સંસ્થાઓ જમાત-ઉદ-દાવા અને તેમના સહયોગી સંગઠન ફલહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે.


India vs Australia 2nd ODI: ભારે રોમાંચ બાદ ભારતનો 8 રનથી વિજય

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઇ રહેલી બીજી વન-ડેમાં કેપ્ટન વિરાટ કોહલીએ 40મી સદી ફટકારી છે. વિરાટે 107 બોલમાં 9 ફોરની મદદથી સદી ફટકારી છે. ભારત 250 રનમાં ઓલ આઉટ થતા ઓસ્ટ્રેલિયાને 251 રનનો ટારગેટ હતો, જો કે ઓસ્ટ્રેલિયા 242 રનમાં જ ઓલઆઉટ થઇ જતાં ભારતનો 8 રને વિજય થયો છે.