આજના સમાચાર ૧૫/૦૨/૨૦૧૯ ( શુક્રવાર)

ઉંટે બચકું ભરતા ધોરણ 9 માં અભ્યાશ કરતા વિદ્યાર્થીનું કરૂણ મોત નિપજ્યુ

ચાણસ્મા: તાલુકામાં ભાટસર ગામે અને એક 15 વર્ષિય બાળક ઊંટને ચાર પુળો કરવા જતા ઊંટે ગળાના પાછળના ભાગે બચકુ ભરતા બાળકને ગંભીર ઈજજાઓ થઈ હતી. ઊંટ કરડવાના સમાચાર મળતા પરિવાર જનો મળીને બાળકને ત્વરીત સારવાર માટે ચાણસ્મા તરફ લઈ જતા રસ્તામાંજ બાળકે અંંતિમ શ્વાસ લીધો હતો. જે બાળકને ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવતા ફરજ પરના તબીબે તેની પ્રાથમિક તપાસ કરી મૃત જાહેર કર્ર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલસ જવાનોએ વાલી વારસના જવાબો આધારે ઊંટના કરડવાથી બાળકનું મોત થયાની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


બનાસકાંઠાઃ ટ્રકની ટક્કરથી ટ્રેક્ટરના બે ટૂકડા થયા , બે લોકોનાં મોત

બનાસકાંઠામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્મતામાં ટ્રેક્ટરના બે ટૂકડા થયા હતા. અને બે લોકોના મોત પણ નીપજ્યા હતા. જ્યારે ટ્રેક્ટર ઉપર સવાર બે લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


ભારતમાં આ તારીખે Redmi Note 7 થશે લોન્ચ, કંપનીએ કર્યો ખુલાસો

શિયોમી ઇન્ડિયાએ ભારતમાં રેડમી નોટ 7 લોન્ચ કરવાની તારીખનો ખુલાસો કર્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, રેડમી નોટ 7 ભારતીય બજારમાં 28 ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે. તે જાન્યુઆરીમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.


ગુગલે કર્યુ Gmailનું નવું ફિચર લોંચ

ગૂગલની ઇમેઇલ સર્વિસ જીમેલ વિશ્વમાં સૌથી વધારે વપરાયેલી છે. જીમેલમાં નવા કામની સુવિધા જોડાયેલી છે. રાઇટ ક્લિક મેનુ બદલાઈ ગયું છે અને તેમાં અનેક નવા વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે. આ પહેલાં, અહીં ફક્ત થોડા વિકલ્પો ઉપલબ્ધ હતા, જેનો ઉપયોગ ખૂબ થોડા લોકો દ્વારા કરવામાં આવતો હતો. આ નવા પરિવર્તન પછી, હવે વધુ લોકો જીમેલ પર રાઇટ ક્લિક સુવિધાનો ઉપયોગ કરી શકશે.


આ દેશના લોકો વર્ષના 65 દિવસ અંધારામાં રહે છે, જાણો કારણ ..

વિશ્વ સુંદર અજીબગજીબથી ભરેલું છે. દરેક વખતે આ પૃથ્વી પર નવું નવું વિચિત્ર જોવા મળશે. "મિડનાઇટ સન' નામથી જાણીતુ નોર્વે વિશે તો સાંભળ્યું હશે, જયા 65 દિવસ સુધી ગાઢ અંધારુમાં રહે છે લોકો પણ શા માટે?


દિલ્હીમાં વહેલી સવારે કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા :ધુમ્મ્સના કારણે 10 ટ્રેનો રદ

દિલ્હીમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. કાતિલ ઠંડી વચ્ચે પડેલા વરસાદના કારણે દિલ્હીમાં જનજીવન પર અસર પડી છે. હવામાન વિભાગે કરેલી આગાહી બાદ દિલ્હીમાં 10 દિવસમાં બીજી વાર કમોસમી વરસાદ પડ્યો છે


11 રન આપી 10 વિકેટ લેનારા બોલરને રાહુલ દ્રવિડ આપશે કોચિંગ,

ગયા વર્ષે ડિસેમ્બરમાં મણિપુરના ફાસ્ટ બોલર રેક્સ રાજકુમાર સિંહે ફક્ત 11 રન આપીને 10 વિકેટ લઇ સનસની મચાવી દિધી હતી. હવે મણિપુરના આ ફાસ્ટ બોલરનું અંડર 19 ટીમમાં સેલેક્શન થઈ ગયુ છે. રેક્સ ટીમ ઇન્ડિયામાં સ્થાન બનાવનારા મણિપુરના પહેલા ખેલાડી પણ બની ગયા છે.