આજના સમાચાર ૧૬/૦૨/૨૦૧૯ (શનીવાર)

CRPF ના જવાનો પર થયેલા હુમલા બાદ ગ્રુહમંત્રી રાજનાથ સિંહે લીધો અગ્યતનો નિર્ણય

CRPFના કાફલા પર ગઈ કાલે થયેલા ઘાતક હુમલાના બીજા દિવસે જમ્મૂ-કાશ્મીર પહોંચેલા ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ અધિકારીઓ સાથે બેઠક કરી. બેઠક બાદમાં ચીફ સેક્રેટરી જમ્મૂ-કાશ્મીર, આર્મી કમાંડર, ગવર્નર સત્યપાલ મલિક, ડીજી સીઆરપીએફ અને કેટલાક સિનિયર અધિકારીઓ હાજર હતાં.


મોબાઈલ ફોન પર ફરી વાત કરવાનો કર્યો હતો વાયદો, આવ્યા શહીદ થયાના દુખદ સમાચાર

પુલવામા આતંકવાદી હુમલામાં વારાણસીના રમેશ યાદવના શહીદ થયાના સમાચાર મળતાની સાથે જ ગુરુવારે ચૌબેપુર વિસ્તારના લોકોને આઘાત લાગ્યો છે. આ ઘટનાના થોડા સમય પહેલા જ રમેશે તેની પત્ની રેનૂ અને પરિવારના લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ જમ્મૂ કેમ્પથી શ્રીનગર જઇ રહ્યા છે અને ત્યાં પહોંચીને ફરી વાત કરશે. શ્રીનગર જતી વખતે રસ્તામાં થયેલા આતંકવાદી હુમલામાં રમેશ યાદવ શહીદ થયા હતા.


વાઘ આવ્યો વાઘ આવ્યો...મહીસાગરમાં જિલ્લામાં ત્રણ વાઘ દેખાયા હોવાનો ગ્રામલોકો નો દાવો

પ્રાપ્ત વિગત પ્રમાણે મહીસાગરના ગઢ ગામે વાઘ દ્વારા મારણ કર્યાના રિપોર્ટ મળી રહ્યાં છે, અહીં ગ્રામજનોએ દાવો કર્યો કે તેઓએ એક નહીં ત્રણ વાઘને જોયા છે. એટલું જ નહીં વાઘે 4 બકરાનું મારણ કર્યું છે, તથા એક બકરાને ખેંચીને લઇ ગયા છે.


ધોરણ 12ની પરીક્ષા,ના પેપરલીક ન થાય તે માટે ગોઠવી ખાસ કડક સુરક્ષા

રાજ્ય અને દેશમાં આવનારા બે મહિના વિવિધ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેમાં પહેલા શુક્રવારે એટલે કે 15 ફેબ્રુઆરીથી સીબીએસઇના બોર્ડની ક્લાસ 12માંની પરીક્ષા યોજાશે. આ માટે કહેવામાં આવી રહ્યું છે કે પરીક્ષા સંબંધી તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ગત વર્ષે CBSEનું પેપર ફૂટી ગયું હતું, ત્યારે આ ભૂલ ફરી ન થાય તે માટે ખાસ પગલા લેવામાં આવ્યા છે.


સૈન્ય નક્કી કરે, પુલવામાં થયેલ હુમલાનો બદલો ક્યારે અને કેવી રીતે લેવો છે: વડાપ્રધાન નરેંદ્ર મોદી

પુલવામાં હુમલા બાદ દેશમાં જ્યારે શોકાગ્નિ છવાયો છે, ત્યારે વડા પ્રધાન મોદીએ ફરીથી એક વાર પાકિસ્તાન પર હુમલો કર્યો છે. વડા પ્રધાને ઝાંસીમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સેનાને છૂટો દોર આપવામાં આવ્યો છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે બદલો ક્યારે ક્યાં અને કેવી કેવી રીતે લેવો તે સેના નક્કી કરશે.


જૈશ-એ-મોહમ્મદે આપી હતી ભારતને ખુલ્લેઆમ હચમચાવી દેવાની ચીમકી : ગુજરાતનો પણ ઉલ્લેખ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ૩૭ જવાનો શહીદ થયા છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. જૈશના આ આતંકી હુમલા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ ઓડિયોમાં એક આતંકી ગુજરાતના નામનો પણ ઉલ્લેખ કરી રહ્યો છે.