આજના સમાચાર ૧૩/૦૨/૨૦૧૯ (બુધવાર)

સોમવાર સુધી 23 જિલ્લામાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવા સરકારને આદેશ. હાઇકોર્ટનું કડક વલણ

મંગળવારે હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે સ્વાઇનફ્લૂને ડામવા માટે સરકારે શું કામગીરી કરી છે તેનો અહેવાલ સુપ્રત કરવામાં આવે. વધુમાં સિવિલ હૉસ્પિટલમં ક્યા ક્યા ઉપકરણો છે


મોદી સરકાર આપશે ‘ખાસ’ ભેટ, ઘર ખરીદનારાઓને , ચપટી વગાડતા જ મળશે ખુશ ખબર

2019 પહેલા કેન્દ્રની મોદી સરકાર ચૂંટણી પહેલા મકાન ખરીદનારાઓને વધારે એક રાહત આપવા જઇ રહી છે. હવેથી ઘર ખરીદનારાઓએ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ હેઠળ ઘર બુક કરાવ્યા બાદ સબ્સિડીની રકમ માટે રાહ નહી જોવી પડે.ાજ્યમાં દારૂ બંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. રોજે રોજે રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરોઅવનવા પેતરા અજમાવતા હોય છે. ક્યારે સફળ થઈ જાય છે તો, ક્યારે પોલીસ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં સફળ થઈ જાય છે. પરંતુ આજે તો બનાસકાંઠામાં બુટલેગરોએ તમામ હદ વટાવી દીધી. બેફામ બુટલેગરોએ પોલીસથી બચવા માટે પોલીસ પર હુમલો કરી પોલીસની ગાડી જ લઈ ફરાર થઈ ગયા.


થઈ જાઓ એલર્ટ WhatsApp ડિલીટ કરી રહી છે આ યુઝર્સના એકાઉન્ટ,

હવે આ કંપનીએ ફેક ન્યૂઝની સમસ્યાને દૂર કરવા માટે મોટા પ્રમાણમાં વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવાનું શરૂ કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ વોટ્સએપે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે દરરોજ લગભગ 20 લાખ શંકાસ્પદ અકાઉન્ટ બંધ કરી રહી છે. ઉપરાંત કંપનીએ તેના યુઝર્સને પણ આવા એકાઉન્ટ્સની માહિતી આપવા વિંનતી કરી છે. વોટ્સએપ મશીનના મદદથી શંકાસ્પદ એકાઉન્ટની ઓળખ કરી તેને ડિલીટ કરી રહી છે.


છોકરીનો જવાબ સાંભળી ખુદ PM ખડખડાટ હસવા લાગ્યા. મોદીએ બાળકોને કહ્યું- ખાવાનું મોડું મળ્યું ને?

કયારેક મોદી બાળકો સાથે મજાક કરતાં જોવા મળે છે. આવું જ એક વખત ફરીથી બન્યું જ્યારે પીએમ મોદી ઉત્તરપ્રદેશમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનના એક કાર્યક્રમની અંતર્ગત બાળકોને ભોજન પીરસવા પહોંચ્યા હતા.


ગુજરાતમાં ફરી વાઘ દેખાતા વનમંત્રી ગણપત વસાવાએ બોલાવી ઇમરજન્સી બેઠક

આજે સવારે એવા સમાચાર મળી રહ્યા હતા કે એક વાઘ નજરે ચડ્યો છે. હવે વાઘ અને વાઘણ હોવાની વન વિભાગના સૂત્રો દાવો કરી રહ્યા છે. સમગ્ર ઘટના બાદ વન વિભાગ ફરીથી હરકતમાં આવ્યુ છે. વનમંત્રી ગણપત વસાવાએ ખુશી વ્યક્ત કરતા તાબડતોડ બેઠક બોલાવી.ચર્ચાતો એવી પણ છે કે આખા વાઘ પરિવારે ડાંગમાં ધામા નાખ્યાં છે.


લોકો ભયના માર્યા ઘર બહાર દોડી આવ્યા નાસકાંઠામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ,

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બીંદુ ડીસાથી 30 કિમી દુર બતાવવામાં આવી રહ્યું છે. મંગળવાર રાત્રે 11.9 મિનીટે ભૂકંપના આંચકા અનુભવાયો. લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને ઘરની બહાર દોડી આવ્યા.