આજના સમાચાર 05/03/2019 (મંગળવાર)

સરહદ પારથી ઘૂષણખોરીનો પ્રયાસ! સુખોઈએ તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન

રાજસ્થાનના શ્રીગંગાનગરથી એક મોટા સમાચાર મળી રહ્યાં છે. અહીંયા ભારતીય વાયુ સેના દ્વારા સવારે ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશલ બોર્ડર પર સરહદની પેલે પાર એક અજાણ્યા ડ્રોનને તોડી પાડ્યું છે. સ્થાનિકોનો દાવો છે કે સવારે 11.30 વાગ્યે એક જોરદાર ધડાકો સાંભળવામાં આવ્યો હતો. જોકે, એરફોર્સ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.


ત્રાસવાદીઓને સંદેશ : પુલવામાના ગામમાં મુસ્લિમો કરી રહ્યાં છે હિન્દુ મંદિરનું સમારકામ

પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતિ હુમલા અને બાદમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ક્રાર્યવાહી બાદ ભારત-પાક સરહદે અને કાશ્મીરમાં તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. આવા માહોલ વચ્ચે પુલવામા જિલ્લાના કિનારે આવેલા અચ્ચલ ગામ ખાતેથી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડતી ઘટના સામે આવી છે. અચ્ચલ ગામ ખાતે મંદિર અને મસ્જિદ બંને બાજુ બાજુમાં આવેલા છે. અહીંની મસ્જિદમાં દરરોજ ભીડ જોવા મળતી હતી અને મુસ્લિમો નમાઝ પઢતા હતા. બીજી તરફ અહીં આવેલું મંદિર છેલ્લા ત્રણ દશકાથી ખૂબ જ ખરાબ સ્થિતિમાં ઉભું હતું. પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે.


ભારત વિરુદ્ધ પાકિસ્તાને F-16 નહીં આ ચાઇનીઝ જેટ વાપર્યુ હતું: રિપોર્ટ

પપાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસી અને હુમલો કરવા માટે પાકિસ્તાને અમેરિકાના F-16 નહીં પરંતુ ચીનના JF17નો ઉપયોગ કર્યો હતો. આ ફાઇટર જેટ ચીને પાકિસ્તાન સાથે મળી તૈયાર કર્યુ છે.


પીએમ મોદીએ માતા હીરાબાની લીધી મુલાકાત

એમ નદેન્દ્ર મોદી 2 દિવસનાં ગુજરાત પ્રવાસે આવેલા છે. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતુ. પીએમે મહાશિવરાત્રી નિમિત્તે ગાંધીનગર નજીકનાં ધોળેશ્વર મહાદેવનાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. તેમણે રાયસણમાં માતા હીરાબાની મુલાકાત પણ કરી હતી. આજે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે.


મોટું જ કરવાનું, નાનું મને ફાવતું નથી : મોદી

એર સ્ટ્રાઈક પછી પ્રથમ વખત ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાકિસ્તાનથી નજીકના અંતરે આવેલા જામનગરમાં બુલંદ સ્વરે કહ્યું હતુ કે આતંકીઓના આકાઓને છોડવામાં નહી આવે, મને નાનુ કાર્ય ફાળતુ જ નથી, કાંઈપણ કરવુ તો મોટુ જ કરવુ, હમણાં જોયું ને? એર સ્ટ્રાઈક હોય કે આયૂષ્યમાન યોજના કે પછી નર્મદાની પાઈપલાઈનની લંબાઈ બધા જ વિશાળ પ્રોજેકટ છે. તેમણે વિપક્ષને આડે હાથ લેતા કહ્યુ કે એ લોકો મને ખતમ કરવા માટે એક થઈ રહ્યાં છે જયારે પૂરો દેશ આતંકવાદને ખતમ કરવા માટે એક બન્યો છે. તેમણે લોકોને પૂછયુ કે આતંકવાદનો રોગચાળો જવો જોઈએ કે નહીં? જડમૂળથી ઉખેડવો જોઈએ કે નહીં? મૂળ બિમારી પાડાશેમાં છે.