આજના સમાચાર ૧૧/૦૨/૨૦૧૯ (સોમવાર)

છાપીમાંથી 108 એમ્બ્યુલન્સની ચોરી, GPSનું છેલ્લું લોકેશન જગાણા મળ્યું

સામાન્ય રીતે આપણે રોડ કે પાર્ક કરેલા વાહનોની ચોરી થયાની ઘટનાઓ અંગે સાંભળ્યું હશે. પરંતુ લોકોને જીવનદાન આપતી ગુજરાત સરકારની મફત સેવા એવી 108 એમ્બ્યુલન્સની ચોરી થઇ હોવાની ઘટના આપણે નહીં સાંભળી હોય. જોકે, બનાસકાંઠામાં છાપીમાંથી 108 એમ્બ્યુલન્સની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે.


બનાસકાંઠામાં બુટલેગરો બેફામ, પોલીસની આંખમાં સ્પ્રે છાંટી પોલીસની જ ગાડી લઈ થયા ફરાર

રાજ્યમાં દારૂ બંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. રોજે રોજે રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરોઅવનવા પેતરા અજમાવતા હોય છે. ક્યારે સફળ થઈ જાય છે તો, ક્યારે પોલીસ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં સફળ થઈ જાય છે. પરંતુ આજે તો બનાસકાંઠામાં બુટલેગરોએ તમામ હદ વટાવી દીધી. બેફામ બુટલેગરોએ પોલીસથી બચવા માટે પોલીસ પર હુમલો કરી પોલીસની ગાડી જ લઈ ફરાર થઈ ગયા.


ડીસામાં IPSના પુત્ર સામે કેસ કરતાં રેલવે પોલીસકર્મીની બદલી, વિરોધ

બનાસકાંઠાના ડીસામાં OBC એકતા મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધ પાછળનું કારણ છે કે અહીંના એક રેલવે પોલીસકર્મીની બદલી કરવામાં આવી જેથી નારાજ OBC એકતા મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


રૂ. 925માં ખરીદી 'કાંચ'ની વીંટી, વેંચાઈ અધધધ... 68 કરોડમાં

30 વર્ષ પહેલા જ્યારે મહિલાએ વીંટી ખરીદી તો તેને ખબર ન હતી કે, એક દિવસ આ વીંટી તેને માલામાલ કરી દેશે. તમને જણાવી દઈએ કે, ડેબ્રા નામની મહિલાએ સેલમાંથી 10 પાઉન્ડની એટલે કે, 925 રૂપિયાની એક વીંટી ખરીદી હતી.


સ્કૂલમાં બાળકોને પીરસવામાં આવેલી ખીચડીમાં નીકળ્યો સાપ, જાણો પછી શું થયું

મહારાષ્ટ્રમાં કંઈક એવી ઘટના બની કે તમામ આશ્ચર્યચકિત થઇ ગયા. એક સરકારી પ્રાથમિક શાળામાં મીડ ડે મીલ દ્વારા વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલી ખીચડીમાંથી સાંપ નીકળ્યા બાદ હંગામો મચ્યો હતો. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. ગરગવાન જિલ્લા પરિષદ સ્કૂલના બાળકોને મિડ ડે મિલ પીરસવા દરમિયાન આ ઘટના સામે આવી. આ સ્કૂલમાં પહેલાથી પાંચમાં ધોરણ સુધી 80થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. આ સ્કૂલ નાદેડથી 50 કિ.મી દૂર આવેલી છે.


મુખ્ય અતિથિ મેવાણીનો વિરોધ થવાથી એચ કે કોલેજે વાર્ષિકોત્સવ રદ કર્યો

અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આર્ટ્સ કોલેજને આજે સોમવારે યોજાનાર વાર્ષિક ઉત્સવ રદ કરવાની ફરજ પડી છે. કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહનો આક્ષેપ છે કે કોલેજના વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે વડગામના યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આમંત્રણ અપાયું હોવાથી કેટલાક વિદ્યાર્થી નેતાઓએ તેનો વિરોધ કરી અને ધમકી આપી હતી.


50 કુંજનો શિકાર, શિકાર કરતી ટોળકીના એક શખ્સનું શોક લાગતા મોત

મળતી માહિતી પ્રમાણે મેઢાંક્રીક ડેમ ખાતે વિદેશ પક્ષી કુંજનો શિકાર કરતા ટોળકી સક્રિય થઈ હતી. આ માટે ગામના લોકોએ શિકાર કરતા ટોળકીને પકડવા માટે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શિકાર કરતી ટોળકીના બે લોકો નજરે પડ્યા હતા. બંને લોકોનો ગામ લોકોએ પીછો કર્યો હતો.


ગુજરાતમા દુનિયાના સૌથી સારા લડાકુ હેલિકોપ્ટર આવ્યા.

અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલા ચિનૂક હેલિકોપ્ટરની પહેલી ખેપ વાયુસેનાનાં કાફલામાં જોડાશે. રવિવારે ચિનૂક હેલિકોપ્ટર ગુજરાતમાં કચ્છનાં મુંદ્રા એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.


જમ્મુ કાશ્મીર ઉરી માં આર્મી કેમ્પ ઉપર ફાયરિંગ

લાઇન ઓફ કંટ્રોલની પાસે હાજર મોહરા કેમ્પમાં કેટલાંક શંકાસ્પદ દેખાયા. પોલીસનું કહેવું છે કે સોમવારના રોજ સવારથી આર્મી યુનિટે કેટલાંક શંકાસ્પદોને જોયા, ત્યારબાદ સુરક્ષાબળોએ ઓપન ફાયરિંગ કર્યું. શંકાસ્પદ ગતિવિધિને જોતા આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.


1 વર્ષ માટે બધુ જ ફ્રી, કઈ કંપનીએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન વાંચો.

ટેલિકોમ કંપનીઓ વચ્ચે ડેટા-સ્ટોપિંગ નામ લઇ રહ્યું નથી. કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એકથી વધુ પ્લાન શરૂ કરી રહી છે. આ રીતે વોડાફોને તેના ગ્રાહકો માટે ઘાંસૂ પ્લાન પણ લોન્ચ કર્યો છે, જેમાં યૂઝર્સને 365 દિવસ ઇન્ટરનેટ અને અનમિલમિટેડ કોલિંગનો લાભ મળશે.