આજના સમાચાર (ગુરુવાર) ૨૧/૦૨/૨૦૧૯

2019 લોકસભામાં BJPને ઓછી સીટો મળી તો વડાપ્રધન પદ પર નરેંદ્ર મોદી નહી હોય

લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચે સમજૂતિ થઇ ગઇ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં શિવસેના 23અને ભાજપ 25 બેઠક પર ચૂંટણી લડશે. આ સમજૂતિ બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને 2014 કરતાં 100 બેઠક ઓછી મળશે તો વડાપ્રધાન કોણ બનશે તેની પસંદગી એનડીએ દ્વારા કરાશે. શિવસેનાના નેતાએ આ નિવેદન દ્વારા સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, જો ભાજપને 2014 કરતાં ઓછી બેઠકો મળશે તો વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીના સ્થાને બીજું કોઇ પણ હોઇ શકે છે.


સ્વાઈન ફલૂમાં મોત બાબતે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નોધયા નવા 110 કેસ

ગુજરાતમાં સ્વાઈન ફલૂના કાળા કેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં નવા 110 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 29, વડોદરા શહેરમાં 24 કેસ સામે આવ્યા છે બીજી તરફ સારવાર દરમિયાન વધુ ત્રણ દર્દીઓ મોતને ભેટયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 75થી વધુ દર્દીઓનાં મોત થયાં છે. આ સરકારી આંકડો છે બાકી વાસ્તવિક મૃત્યુ આંક ખૂબ ઊંચો છે.


મસૂદ અઝહર આતંકી ખુદને 'ગુજરાતી' બતાવીને ભારતમાં ઘુસ્યો હતો

ભારતમાં મસૂદ અઝહરનું નામ પહેલી વાર લોકોએ ત્યારે સાંભળ્યું જયારે ઇન્ડિયન એરલાઈન્સ ના વિમાન આઈસી-814નું આતંકવાદીઓએ અપહરણ કરી લીધેલું. આ સમયે વિમાનમાં સવાર પ્રવાસીઓને બચાવવા માટે ભારત સરકારે ભારતીય જેલોમાં બંધ ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવા પડેલા ! આ ત્રણ પૈકીનો એક આતંકવાદી એટલે મસૂદ અઝહર. આ ઘટના પછી તો હજુ માંડ એક વર્ષનો સમયગાળો વીત્યો હશે અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા બિલ્ડિંગમાં વિસ્ફોટકો ભરેલું વાહન ઘુસાડી દઈને હુમલો થયો અને બીજી વખત મસૂદ અઝહરનું નામ સમાચારોમાં આવ્યું


સુરત રહેતી એક 10 વર્ષની મનાલી નામની દીકરીએ 44 શહીદોનો બદલો લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો.આપ પાકિસ્તાન કો મુંહતોડ જવાબ દેના

સુરતના પુણા વિસ્તારમાં રહેતી એક 10 વર્ષની મનાલી નામની દીકરીએ 44 શહીદોનો બદલો લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં માંગણી કરી છે કે આતંકીઓ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે. અને તેની બચતના તમામ નાણાં જે પીગી બેંકમાં સાચવ્યા છે. તે શહીદોને આપવાનું નક્કી કર્યું છે. આમ, દેશમાં જ્યારે ગુસ્સો છે ત્યારે એક 10 વર્ષની બાળકીનો રોષ ઘણુ કહી જાય છે.


પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કહયુ કે જો પાકિસ્તાન પર હુમલો થશે તો મોદીના જીવનની આ સૌથી મોટી ભૂલ સાબિત થશે

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પુલવામા હુમલાની નિંદા કરી છે અને કહ્યું કે આ હુમલો અમાનવીય છે. એક ખાનગી ચેનલ સાથે વાત કરતા મુશર્રફે પુલવામા હુમલાની નિંદા તો કરી પરંતુ આ સાથે ધમકી ભર્યા અંદાજમાં કહ્યું કે જો પાકિસ્તાન પર હુમલો થશે તો મોદીના જીવનની આ સૌથી મોટી ભૂલ સાબિત થશે. મુશર્રફે કહ્યું કે,‘પાકિસ્તાનને ધમકી આપવાનું બંધ કરો. તમે અમને પાઠ શીખવી શકતા નથી.’