આજના સમાચાર ૨૦/૦૨/૨૦૧૯ (બુધવાર)

પાકિસ્તાનનો આતંકી આરોપ બલૂચિસ્તાનમાં હુમલાની તૈયારી કરી રહ્યું હતું ભારત

જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને લઇને આંતરરાષ્ટ્રીય અદાલતમાં બીજા દિવસે પાકિસાતન દ્વારા પોતાના પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ સીવાય પાકિસ્તાનના અટોર્ની જનરલ અનવર મંસૂર ખાન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે કુલભૂષણ જાધવ ભારતીય જાસૂસ એજન્સીના અધિકારી છે અને તેમને હુમલો કરવાના ઇરાદેથી બલૂચિસ્તાન મોકલવામાં આવ્યા હતા. આ સીવાય આ સુનાવણી દરમિયાન પાકિસ્તાનના સીનિયર વકીલ ખ્વાર કુરૈશી દ્વારા ભારતીય મીડિયામાં પ્રકાશિત કરવામાં આવેલા કેટલાક અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા.


પાકીસ્તાન PM ઇમરાનને અમરિંદર સિંહે આપ્યો જડબાતોડ જવાબ, આતંકી મસૂદને ના પકડી શકો તો અમને કહો

અમરિંદરે ટ્વીટ કરી કહ્યું કે તમારી પાસે જૈશ ચીફ મસૂદ અઝહર છે અને તે બહાલવપુરમાં છે. તેઓ ISIની મદદથી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે. જાઓ તેને ત્યાંથી પકડો. જો તમે ના પકડી શકતા હોવ તો અમને કહો અમે તમારા માટે આમ કરીશું. અને હા, મુંબઇમાં 26/11 હુમલાના પુરાવાનું શું થયું, જે બોલો છો તે કરીને દેખાડો.


પુલવામા એટેક બાદ લીધો આ મહત્વનો નિર્ણય, પાકિસ્તાનીને સલમાને કર્યો ફિલ્મમાંથી દૂર

પુલવામા આતંકી હુમલામાં ભારતના 44 જવાનો શહીદ થયા છે, આ ઘટનાને લઇને સમગ્ર દેશમાં શોક છવાયો છે, તો દજમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPF પર થયેલા હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામ બોલીવુડ સ્ટાર્સે આ ઘટનાની નિંદા કરી છે અને શહિદો માટે મદદનો ધોધ વહાવ્યો છે. આ દરમ્યાન સલમાન ખાને તેની અપકમીંગ ફિલ્મ “નોટબુક”માંથી પાકિસ્તાની સિંગર આતિફ અસલમને કાઢી મુક્યો છે. સલમાન ખાન આ ફિલ્મનો પ્રોડ્યુસર છે.


પુલવામા આતંકી હુમલાના 72 કલાક પૂરા, અત્યાર સુધીમાં મોદી સરકારે ઉઠાવ્યા આ પગલાં

પુલવામામાં આતંકી હુમલાના 72 કલાકની અંદર ભારતે પાકિસ્તાનની ધરતી પર ફૂલ્યા-ફાલી રહેલા આતંકના વેપારને બેનકાબ કરી દીધો છે. પાકિસ્તાનમાં મૌલાના મસૂદ અઝહર જેવા ખૂંખાર આતંકી ખુલ્લામાં ફરી રહ્યા છે. આતંકવાદની વિરૂદ્ધ આ લડાઈમાં ભારતને વૈશ્વિક સ્તરથી સમર્થન મળી રહ્યું છે. પહેલાં જ આર્થિક મોર્ચા પર ધ્વસ્ત પાકિસ્તાન વૈશ્વિક સ્તર પર એકલું પાડવા માટે ભારતે વ્યાપક સ્તર પર કૂટનીતિક કોશિષોને તેજ કરી દીધી છે. પુલવામાના હુમલાખોરના માસ્ટરમાઇન્ડ સહિતના બે આતંકીઓને ઠાર કરી દેવાયા છે.


અમદાવાદનું નામ કર્ણાવતી બદલવામાં બે વર્ષમાં સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી

ગત વર્ષ નવેમ્બરમાં સીએમ વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવો સંકેત આપ્યો હતો કે અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવશે. જોકે, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોતરી કાળ દરમિયાન એક પ્રશ્નના જવાબ આપતા એવી વિગતો સામે આવી છે કે સરકારે છેલ્લા બે વર્ષમાં અમદાવાદનું નામ બદલવા અંગે કોઈ જ દરખાસ્ત કરી નથી. આ અંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રશ્ન પૂછ્યો હતો, જે સંદર્ભે શહેરી વિકાસ વિભાગે લેખિતમાં જવાબમાં આ માહિતી આપી હતી.