આજના સમાચાર ૧૪/૦૨/૨૦૧૯ (ગુરુવાર)

CRPFના 42 જવાનો શહીદ, 20 વર્ષના ઈતિહાસમાં જમ્મૂ-કાશ્મીરમાં સૌથી મોટો હુમલો
પુલવામાના અવંતીપોતાના ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનો હુમલો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફના 42 જવાનો શહીદ થયા છે.

આ હુમલો આઈઈડી બ્લાસ્ટ હતો. 45જવાનો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીઆરપીએફનો કાફલો જઈ રહ્યો હતો જેમાં સંખ્યાબંધ વાહનોમાં સીઆરપીએફના 2500થી વધારે જવાનો સવાર હતાં. જેમાંથી આતંકીઓએ સુરક્ષાબળોને એક જ ગાડીને નિશાન બનાવી હતી.

પાંચ વર્ષમાં ભૂકંપ તો ભલે ના આવ્યો,છતા પણ ગળે મળવાનું ને ગળે પડવાનું અંતર સમજાઈ ગયું :
વડાપ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે ક્યારે-ક્યારે સાંભળતા હતા કે ભૂંકપ આવી જશે, પણ 5 વર્ષમાં ક્યારેય ભૂકંપ આવ્યો જ નહીં. તો ક્યારેક અનેક મોટાગજાના લોકોએ જહાજ ઉડાડવામાં આવ્યા, પણ લોકતંત્રની તાકાત છે કે ભૂકંપ પણ પચી ગયો અને કોઈ જહાજ એટલી ઊંચાઈએ જઈ શક્યુ નહીં. હું પહેલીવાર સંસદમાં આવ્યો છું. ગળે મળવામાં અને ગળે પડવામાં શું અંતર છે તે પણ મને સમજાઈ ગયું. વડાપ્રધાને રાહુલ ગાંધીને વધુ એક ટોણોં મારતા કહ્યું હતું કે, મેં પહેલીવાર આંખોની ગુસ્તાખીઓ પણ જોઈ.

મંગળવારે નોનવેજ નથી ખાતી તેમ કહી પ્રિયંકાએ પાછી મોકલી કબાબની ડિશ
પ્રિયંકા ગાંધી માટે લખનૌના મશહૂર ટુંડે કબાબ મંગાવાયા હતા.જે લખનૌની સૌથી ફેમસ ડિશ મનાય છે.આથી પ્રિયંકાને પણ તેનો ટેસ્ટ કરાવવાની સ્થાનિક નેતાઓની ઈચ્છા હતી.