આજના સમાચાર (૧૯/૦૨/૨૦૧૯) મંગળવાર

પુલવામા થયેલ આતંકી હુમલા બાદ આર્મી જવાનની પત્નીએ કર્યો આપઘાત જણો.......

પુલવામાં થયેલ આતંકી હુમલામાં શહીદ જવાનોના શોકમાં ગરકાવ છે ત્યારે દ્વારકામાં એક જવાનની પત્નીનો આપઘાત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પતિને દેશનું સુરક્ષા માટે ફરજ પર જવા માટે અટકાવતા પતિ ન માનતા પત્નીએ ઘરમાં આપઘાત કરી લીધો છે.


આતંકીડારનાં ઘરે મુબારક આપવા ઊમટ્યા લોકો, જાણો શું કહ્યું આદિલના પિતાએ

પુલવામા હુમલામાં CRPFના કાફલા સાથે કાર અથડાવીને પોતાની જાતને ફૂંકી મારનાર આતંકી આદિલ ડાર રાતોરાત આતંકીઓ અને દેશદ્રોહીઓ માટે હીરો બની ગયો છે. પુલવામા ખાતે જમ્મુ-કાશ્મીર હાઇવે પર તેણે આત્મઘાતી હુમલો કરતાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. આદિલ ડાર ત્રીજા ગ્રેડનો લો પ્રોફાઇલ આતંકી હતો. અગાઉ સુરક્ષાજવાનો પર પથ્થરમારો કરવાની ઘટનામાં તેનું નામ ઊછળ્યું હતું, તેણે જ્યાં વિસ્ફોટ કર્યો ત્યાંથી તેનું વતન માત્ર 15થી 20 કિ.મી. દૂર હતું, તે કાકાપોરા ગામનો રહીશ હતો. ડારનાં મોત પછી તેના પિતા ગુલામહસન ડાર સમક્ષ શોક વ્યક્ત કરવા કાશ્મીરનાં લોકો ઊમટી રહ્યાં હતાં. કેટલાંક શોક વ્યક્ત કરતાં હતાં તો કેટલાંક તેના પિતાને મુબારકબાદી આપતા હતા.


પુલવામાં શહીદથયેલ જવાનનાં દરેક પરિવારને સુરતની સહકારી મંડળીઓ આપશે 11 લાખ રૂપિયા

પુલવામા આતંકી હુમલામાં ભારતના 44 જવાનો શહીદ થયા છે, આ ઘટનાને લઇને સમગ્ર દેશમાં શોક છવાયો છે, તો દેશની જનતાએ શહીદોના પરિવારને મદદરૂપ થવાની પોતાની ફરજ પણ સારી રીતે નીભાવી રહી છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં મોટાપાયે આર્થિક સહાય કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અનેક લોકો પોતપોતાની રીતે શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક કીતે મદદ કરી રહ્યા છે. જેમાં સુરતની સહકારી મંડળીઓ તરફથી પણ મોટાપાયે સહાય કરવામાં આવી રહી છે.


ગુજરાતનાં આ જિલ્લામાં વરસાદ પડવાની હવામાન વિભાગેદ્વારા કરી આગાહી

હાલમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડક હોય છે. ગુજરાતમાં શિયાળાની પૂર્ણાહુતિનો સમય ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જો અત્યારે માવઠું થાય તો રાજ્યના ખેડૂતો માટે આ એક ખરાબ સમય બની રહેશે. તેમના દ્વારા વાવણી કરવામાં આવેલ રવીપાક ધોવાઇ જશે, નાશ પામશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ બદહાલ થશે.


પુલવામાં થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની દુ:ખતી નસ ભારતના હાથમાં, આ રીતે લઈ શકે છે પુલવામાનો ખરેખર બદલો

પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 44 જવાનો શહીદ થતા દેશવાસીઓમાં રોષનો લાવા ભભકી રહ્યો છે. કોઈ પણ ભોગે પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગણી થઈ રહી છે. કોઈ સીધુ યુદ્ધ તો કોઈ ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની માંગ કરી રહ્યું છે.