આજના સમાચાર 28/02/2019 (ગુરુવાર)

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ પાકિસ્તાનને ભેરવવા સજ્જ, મસૂફ અઝહર વિરૂદ્ધ પ્રસ્તાવ લાવ્યા

પુલવામા હુમલાનું ષડયંત્ર રચનારા પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરૂદ્ધ ભારતની કુટનૈતિક મોર્ચે મોટી સફળતા મળતી જણાય છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં જૈશ-એ-મોહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવા એક પ્રસ્તાવ રજુ કર્યો છે.


તણાવપૂર્ણ સંબંધો વચ્ચે 2,7૦૦ કરોડની સુરક્ષા ખરીદીને મંજૂરી, નેવી માટે જહાજ ખરીદાશે

ડિફેન્સ એક્વિઝિન કાઉન્સિલ (DAC)એ બુધવારે ૨,૭૦૦ કરોડ રૂપિયાની કિંમતનાં સુરક્ષા સાધનોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. સુરક્ષાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં કાઉન્સિલની એક બેઠકમાં આ સ્વીકૃતિ આપવામાં આવી. DAC સુરક્ષા સાધનોની ખરીદી સાથે સંબંધિત સર્વોચ્ચ બોડી છે. એના દ્વારા ભારતીય નૌસેના માટે ત્રણ કેડેટ પ્રશિક્ષણ જહાજ ખરીદીને સમર્થન આપવામાં આવ્યું છે.


ઇમરાન ખાને કહ્યું 'યુદ્ધ થયું તો મારા અને નરેન્દ્ર મોદીના હાથમાં નહીં રહે કંટ્રોલ'

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ઇમરાન ખાને જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિતિનું નિર્માણ થયું છે. સાથે જ તેણે કહ્યું કે યુદ્ધ શરૂ કરવું સરળ છે પરંતુ તેને રોકવું ખૂબ જ મુશ્કેલ છે. ઇમરાન ખાતે અમેરિકા, રશિયા અને હિટલરના યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેણે કહ્યું કે આપણે સાથી બેસીને વિવાદોનો ઉકેલ લાવવો જોઇએ.


પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ સામે કરી કાર્યવાહી, ઝડપથી પરત ફરશે પાયલટ અભિનંદન : સરકારી સૂત્ર

પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વા સ્થિત બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકી કેમ્પ પર ભારતીય વાયુ સેનાના હુમલા બાદ બંને દેશ વચ્ચે તણાવ ચરણસીમા પર છે. આ દરમિયાન સરકારી સૂત્રનું કહેવું છે કે પાકિસ્તાને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામે કાર્યવાહી કરી છે, એટલું જ નહીં ભારતીય પાટલટ અભિનંદનને બહુ ઝડપથી ભારત પરત મોકલવામાં આવશે.


પૂર્વ-પશ્ચિમ કચ્છમાં હાઇએલર્ટ : સરહદે પાકિસ્તાની સૈન્યની હિલચાલ વધી

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરહદના વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનો જરૂરી જથ્થો રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ ભારતે કચ્છ સરહદે જવાનો ખડકી દીધા બાદ પાકિસ્તાન તરફથી પણ સરહદે હિલચાલ જોવા મળી છે. રણ વિસ્તારો, ક્રિક અને દરિયાઇ સીમામાં પાકિસ્તાન તરફથી હિલચાલ જોવા મળી રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. દરેક શહેરમાં પોલીસને સ્ટેન્ટ ટુ રહેવાના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના સરહદી બોર્ડર પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે.

સરકારના સૂત્રોના મતે હુમલાવાળી રાત્રે પીએમ મોદી સૂતા નહોતા. આખા અભિયાન પર નજર રાખી હતી અને ત્યારે આરામ કરવા ગયા જ્યારે તમામ લડાકુ વિમાન અને પાયલટ સુરક્ષિત પોતાની સરહદમાં પાછા આવી ગયા. વાયુસેનાનું અભિયાન ખત્મ થવા પર તેમણે આ અભિયાનમાં સામેલ રહેલા લોકોને અભિનંદન પાઠવ્યા. સવારે લગભગ સાડા ચાર વાગ્યે અભિનંદન પાઠવ્યા બાદ તેઓ પોતાના રૂટીનમાં વ્યસ્ત થઇ ગયા.