આજના સમાચાર 27/02/1019 (બુધવાર)

સોગંધ મુઝે ઈસ મીટ્ટી કી, મેં દેશ નહીં ઝૂકને દુંગા, મેં દેશ નહીં રુકને દુંગા: PM મોદી

રાજસ્થાનના ચુરુ ખાતે રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ વાયુસેનાએ PoKમાં કરેલી કાર્યવાહીનો આડકતરો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આજે વીર સપૂતોને નમન કરવાનો દિવસ છે. મોદીએ હાજર લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે તમારો ઉત્સાહ કંઈક અલગ જ છે.


ભારતીય સેનાએ પાક.ની 5 ચોકી કરી નષ્ટ, ગામોને ઢાલ બનાવીને પાક. કરી રહ્યું છે ગોળીબાર.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલા હુમલા બાદ ભારતીય વાયુ સેનાનએ પીઓકેમાં ઘુસીને જૈશના ઠેકાણાઓ ઉપર હવાઇ હુમલો કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાત્રીના સાડા ત્રણ વાગે એક સાથે 12 ફાઇટ ફાઇટર મિરાજ-2000 વિમાને બાલાકોટમાં આતંકવાદીઓના મોટા કેમ્પો ઉપર હુમલો કર્યો હતો.


સુષ્મા સ્વરાજે US સહિત ઘણા દેશો સાથે કરી વાત, વિપક્ષ પણ સરકાર સાથે.

પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય વાયુસેનાના એક્શન પર મંગળવારે બધા વિપક્ષી દળોએ સરકાર અને સેના સાથે એકજુટતા બતાવી હતી. સરકારે પાકિસ્તાનને અલગ-થલગ કરવાના પ્રયત્નો તેજ કરી દીધા છે. સુત્રોના મતે આ એક્શન પછી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઘણા દેશોના વિદેશ મંત્રીઓ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી


એર સ્ટ્રાઇક થતાં 2019ની લોકસભા ચૂંટણીનો શિડ્યુલ બદલાશે?

પુલવામા હુમલા અને વાયુસેનાની કાર્યવાહી બાદ લોકસભા ચૂંટણીની તારીખોમાં ફેરફારને લઇ ઉઠી રહેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખતા મંગળવારે ચૂંટણી પંચે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે તેઓ હાલ દેશના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. ચૂંટણી કમિશ્નર અશોક લવાસા એ આ બાબતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ચૂંટણી પંચ સંવિધાન દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.


આખી રાત મોદી સૂતા નહીં અને IAF સ્ટ્રાઇક પર રાખી નજર, અભિયાન પૂરું કરી આવેલા જવાનોને કહ્યું કે…

ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન મિરાજે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાનો બદલો લઇ લીધો છે. મંગળવારે વહેલી સવારે ભારતીય વિમાનોએ પાકિસ્તાનની જમીન પર જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ નજર હતી.

સરકારના સૂત્રોના મતે હુમલાવાળી રાત્રે પીએમ મોદી સૂતા નહોતા. આખા અભિયાન પર નજર રાખી હતી અને ત્યારે આરામ કરવા ગયા જ્યારે તમામ લડાકુ વિમાન અને પાયલટ સુરક્ષિત પોતાની સરહદમાં પાછા આવી ગયા. વાયુસેનાનું અભિયાન ખત્મ થવા પર તેમણે આ અભિયાનમાં સામેલ રહેલા લોકોને અભિનંદન પાઠવ્યા. સવારે લગભગ સાડા ચાર વાગ્યે અભિનંદન પાઠવ્યા બાદ તેઓ પોતાના રૂટીનમાં વ્યસ્ત થઇ ગયા.