આજના સમાચાર 26 2 2019 (મંગળવાર)

ભારતીય વાયુસેના એ POKમાં બોમ્બ ફેંકી આતંકી કેમ્પ કર્યા બર્બાદ

પુલવામા આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનની વિરૂદ્ધ મોટી કાર્યવાહી કર્યાના સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાને આજે આરોપ મૂકયો છે કે ભારતીય વાયુસેના એ સરહદનું ઉલ્લંઘન કર્યું છે. આ બધાની વચ્ચે ન્યૂઝ એજન્સી એ વાયુસેનાના સૂત્રોના હવાલે સમાચાર આપ્યા છે કે ભારતીય લડાકુ વિમાનોએ અડધી રાત્રે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાન સત્તાવાર કાશ્મીર (PoK)માં 1000 કિલોગ્રામના બોમ્બ ફેંકી જૈશના આતંકી ઠેકાણાને બર્બાદ કરી દીધા છે.


વીડિયો વાયરલ, પાકિસ્તાનમાં ઘૂસ્યા ભારતીય લડાકુ વિમાન

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી દાવો કર્યો છે કે ભારતીય લડાકુ વિમાનો એ સરહદનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય વાયુ સેનાના વિમાન મુઝફ્ફરાબાદ સેકટરમાં ઘૂસ્યા અને લોન્ચ પેડ પાડી દીધા છે. જે બાલાકોટમાં પડ્યા. ત્યારબાદ પાકિસ્તાને ભારતીય વિમાનો પર બોમ્બમારો કર્યો. પાકિસ્તાને દાવો કર્યો છે કે જવાબી કાર્યવાહી બાદ વિમાન પાછા ફર્યા.
વિડીયો જોવા ક્લિક કરો


અરવિંદ કેજરીવાલે કહ્યું બદલો લેવા 40ને બદલે 400 મારો.

દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ૧ માર્ચથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા બેમુદતી ઉપવાસ યોજવાની જાહેરાત કરી છે ત્યારે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પુલવામા હુમલા પછી પાકિસ્તાનને ૧૦ ગણુ વધુ નુકસાન કરીને બદલો લેવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે ૪૦ જવાનોની શહીદીનો બદલો ૪૦૦ને મારો તો જ પૂરો થયેલો ગણાશે. સરકાર બદલો લેવાને બદલે રાજકારણ રમી રહી છે. અમે જ્યારે તેમને કહ્યું કે અમે પીએમની સાથે છીએ ત્યારે તેમણે કડક પગલાં લેવા જોઈએ. વાંરવાર ભારતનું અપમાન થઈ રહ્યું છે અને પાકિસ્તાન જે ઈચ્છે છે તો બોર્ડર પર કરાવતું રહે છે. આપણે ૪૦૦ને મારીશું તો જ તે આપણને બરાબરનાં સમજશે અન્યથા આપણને નબળા સમજશે. હાલ દેશને બચાવવાની જરૂર છે.


ખેડૂતો માટે સારા સમાચાર, હવામાન વિભાગે કહ્યું - 'આ વર્ષે વરસાદ સારો થશે'

ખેડૂતો માટે સારા સમાચાર છે. સળંગ ત્રીજા વર્ષે મોનસુન સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનની જાણકારી આપતી પ્રાઈવેટ સ્કાઈમેન્ટ અનુસાર, આ વર્ષે દુકાળ પડવાની સંભાવના એકદમ ઓછી છે. સ્કાઈમેન્ટનું કહેવું છે કે, 50 ટકાથી વધારે ચાન્સ છે કે, જુન-જુલાઈ-ઓગષ્ટ-સપ્ટેમ્બર દરમ્યાન સારો વરસાદ રહેશે.


મહિલાઓ 'અસલામત', 'સલામત' ગુજરાતમાં, દરરોજ 17 મહિલાઓ થાય છે ગુમ

ગુજરાત રાજ્યની ગણતરી દેશના સુરક્ષિત રાજ્યોમાં કરવામાં આવે છે. આથી જ સરકાર તરફથી વારેવારે ગુજરાતમાં સબ સલામતનો દાવો કરવામાં આવે છે. જોકે, તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ પરથી તારણ કાઢી શકાય છે કે 'સલામત' ગુજરાતમાં અહીંની મહિલાઓ જ 'અસલામત' છે. રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે જ જાહેર કરેલા આંકડા પ્રમાણે એક વર્ષમાં રાજ્યમાંથી 6108 મહિલાઓ ગુમ થઈ છે. એટલું જ નહીં આ મહિલાની આજ દિવસ સુધી કોઈ અતોપતો મળ્યો નથી.