આજના સમાચાર 23/02/2019 (શનિવાર)

ભારત પાકિસ્તાન સામે કઈક મોટું કરવા જઈ રહ્યું છે.- ટ્રમ્પ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનમાં તણાવ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોની વચ્ચે હાલની સ્થિતિને જોતા ખૂબ જ ખરાબ ગણાવી છે. શુક્રવારના રોજ ટ્રમ્પે કહ્યું કે તેમની સરકાર બંને દેશોના સંપર્કમાં છે અને તેમને આશા છે કે કાશ્મીર ઘાટીમાં અશાંતિની સ્થિતિ ટૂંક સમયમાં જ ખત્મ થઇ જશે.


ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને આ તારીખે મળશે રિસીપ.

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 અને 12ની પરીક્ષા 7મી માર્ચથી શરૂ થનારી છે. તે પહેલા વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર સામે આવી ગયા છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે ઘડી નજીક આવી ગઇ છે.