આજના સમાચાર 22/02/2019 (શુક્રવાર)

પુલવામા આતંકિ હુમલા બાદ ભારત આકરા પાણીએ, પાકિસ્તાનને મારશે તરસ્યુ

પુલવામાંમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરૂદ્ધ શખત પગલા લેતા ભારત સરકારે સિંધુ પાણી સંધિ છતાં અત્યાર સુધી પાકને આપવામાં આવતા બ્યાસ, રાવી અને સતલુજ નદીના પાણીને રોક્વાનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, આ ત્રણે નદીઓ પર બનેલ પ્રોજેક્ટની મદદથી પાકિસ્તાનને આપવામાં આવી રહેલ પાણીને હવે પંજાબ અને જમ્મૂ-કાશ્મીરની નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે.


CRPFની એ જ બસમાં બેઠા આ જવાન, 1 મેસેજ આવ્યો અને. તેમનો જિવ બચી ગયો કારણ કે..........

ગયા સપ્તાહે થયેલા પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા, પરંતુ એક જવાન એવો પણ છે જે પોતાની બટાલિયનમાં સામેલ પોતાના સાથીઓની સાથે કાશ્મીર માટે રવાના થવા જઇ રહ્યો હતો, પરંતુ ગાડીમાં બેઠા બાદ તેના મોબાઇલ પર એક મેસેજ આવ્યો જે વાંચી તે ગાડીમાંથી ઉતરી ગયો તેનાથી તેનો જીવ બચી ગયો.


શુ કોંગ્રેસને ખબર હતી કે પુલવામામાં હુમલો થવાનો છે બીજેપીએ કર્યો પલટવાર

પુલવામા આતંકી હુમલાને લઇ કોંગ્રેસ તરફથી લગાવવામાં આવી રહેલા આરોપો પર બીજેપીએ પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી રવિશકર પ્રસાદે કોંગ્રેસ પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી માત્ર સવાલો પૂછે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતા આર્મી ચીફ પર પાયાવિહોણો આરોપો લગાવે છે. રાહુલ ગાંધી સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલો ઉઠાવે છે, પરંતુ લંડનમાં પોતાના નેતા દ્વારા દેશની ચૂંટણી પ્રણાલીને ખોટી કહેનારા પર સવાલો નથી ઉઠાવતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના વિચારો અને અમારા વિચારોમાં જમીન આસમાનનો ફરક છે. અમે તમામ મંત્રી, વીર શહીદોના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા પરંતુ અમારૂ માનવું છે કે, દેશ રોકાઇ જવો જોઇએ નહી અને વિકાસ કાર્યો સતત ચાલતા રહેવા જોઇએ. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગીશ કે, કૃપા કરીને સેનાનું મનોબળ તોડવાનાં પ્રયત્નો ના કરશો. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમના ભાવ અલગ-અલગ હશે પરંતું કોંગ્રેસના પ્રવક્તાઓ અને ઇમરાન ખાનનો સ્વર એક જ છે. આજે પાકિસ્તાનમાં ઉજવણીઓ કરવામાં આવી રહી હશે, કારણ કે જે વાત ઇમરાન ખાને કરી તે જ ભારતના વિપક્ષી દળોએ કરી.