આજના સમાચાર 01/03/2019 (શુક્રવાર)

ઓસામા બિન લાદેનનાં પુત્ર હમઝાની જાણકારી આપનારને US આપશે 70 કરોડ રૂ.નું ઇનામ

પુલવામા આતંકી હુમલા પછી ભારતની પાકિસ્તાન પર કડક કાર્યવાહી બાદ અન્ય દેશોએ પણ પોતાની જંગ તેજ કરી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે અમેરિકાએ ઓસામા બિન લાદેનનાં પુત્ર હમઝા બિન લાદેન પર કાર્યવાહી કરવોનો નિશ્ચય કરી લીધો છે. તેણે હમઝા બિન લાદેનની જાણકારી આપનારને 1 મિલિયન ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ભારતીય રૂપિયા પ્રમાણે આ રકમ 70 કરોડ થાય છે.


શું ભારતને F-16 વિમાનથી ટાર્ગેટ કરીને પાકિસ્તાને અમેરિકા સાથે દુશ્મની કરી લીધી છે?

પાકિસ્તાને બુધવારે ભારતીય વાયુ સીમા ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાને એફ-16 વિમાનથી ભારતના મિલિટ્રી બેસને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ભારતીય વાયુસેનાએ એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. બીજી તરફ પાકિસ્તાન સતત કહી રહ્યું છે કે તેનું કોઈ એફ-16 વિમાન તોડી પડાયું નથી. પાકિસ્તાન દલીલ કરે છે કે તેણે એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો નથી.


'અભિનંદન' : પાકિસ્તાન શુક્રવારે પાયલટને પરત મોકલશે, સંસદમાં ઇમરાન ખાનની જાહેરાત

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને પરત છોડવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને ભારતના પાયલટને ગુરૂવારે પરત મોકલવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે વિંગ કમાન્ડર અભિનંદનને તેઓ શુક્રવારે પરત મોકલશે. તેમણે કહ્યું હતું કે અમે અભિનંદનને છોડી અમે સદભાવના દર્શાવી છે.


PAKની પાયલોટને મુક્ત કરવાની જાહેરાત બાદ PM મોદીએ કહ્યું કે-‘હવે રિયલ કરવાનું છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિતરિત કર્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા વૈજ્ઞાનિકોએ દુનિયાને દર વખતે આશ્ચર્યમાં મૂક્યા છે. પછી ભલે એ મંગળયાનની વાત હોય કે પછી તકનીકના ક્ષેત્રની વાત હોય. આ સાથે પીએમે એમ પણ કહ્યું કે તાજેતરમાં એક ‘પાયલોટ પ્રોજેક્ટ’ પૂર્ણ થયો છે. હવે રિયલ કરવું છે.


અભિનંદનને મુક્ત કરવાના પાકિસ્તાનના નિર્ણયની સિદ્ધુએ કરી સરાહના

ગત મંગળવારે ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની વિમાન F-16 સામે જવાબી કાર્યવાહીમાં ભારતનું એક વિમાન પાકિસ્તાનની સરહદમાં ધૂસી ગયું હતું. જેમા ભારતીય પાયલટ અભિનંદનની પાકિસ્તાન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અભિનંદન હાલ પાકિસ્તાની કેદ છે. જો કે પાકિસ્તાન સરકારે ભારતીય પાયલટને શુક્રવારે મુક્ત કરવા અંગેની જાહેરાત કરી છે.